By Sachin Harkhani (Sahaj)
સમજાવવા છતાં પણ વાત એને સમજવાની રહીજાય છે,
ને કોઈ અડધામાં આખી સમજી જાય છે.
ત્રીસ દિવસ મેહનત કરી જેના માટે,
એ પગાર તો સાત દિવસમાં વપરાય જાય છે.
કોઈ ધાબે ચડીને વરસાદની માજા માણે છે,
તો કોઈની ઝુંપડી પાણીમાં વહીજાય છે
કેવી ગજબ તાસીર છે આ પ્રેમ અને પાણી ની!
જે ખુલ્લા હાથમાં રહે છે ને મૂઠ્ઠીમાંથી વહી જાય છે
હું જેની રાહ જોતો હતો એજ આગળ વધી ગયા
નહીંતર સુ ફરક પડે કોણ આગળ વધી જાય છે.
By Sachin Harkhani (Sahaj)
Σχόλια