By Sachin Harkhani (Sahaj)
કીધુંહતું કે પ્રેમનો દીવો ના પેટાવ,
હું આ આગ થી બોવ દઝાયેલો છું.
કિનારે પડેલા પથ્થરને રેતી કહે છે
હું પણ પથ્થરજ છું પણ વિખરાયેલો છું
તારા કેહવાપર મને ભરોસો છે, પણ!
"મારો ભરોસો કર" તારી આ વાત થીજ ભરમાયલો છું.
ને એવું ના માણસો કે હું છલકાય ઉઠ્યો છું
ને જો માનો તો વિચારજો કેટલો ભરાયેલો છું!!
હું એવો હતોજ નહિ જેવો તમે સમજો છો,
સમયે બદલ્યો છે એટલે બદલાયેલો છું.
ને ખુદને ક્યાંય દૂર ના શોધીશ તું,
તે જ્યાં ઉભડયોતો ત્યાંજ ધરબાયેલો છું.
By Sachin Harkhani (Sahaj)
Commenti