By Payal Prajapati
જગતની ઉત્પત્તિમાં સહકાર આપે છે,
છતાં આ જગ સ્ત્રીને પડકાર આપે છે..
મનભાવક વ્યક્તિ એ કરમ કાજે છે,
છતાં સ્ત્રીના કર્મોનો હિસાબ રાખે છે..
સહુ પ્રત્યે સરખી આદરભાવના રાખે છે,
છતાં સ્ત્રીના સન્માનમાં અહમ રાખે છે..
સ્ત્રી અસ્તિત્વ થકી સહુ માનવ જાગે છે,
છતાં એના અસ્તિત્વની પરીક્ષા માંગે છે..
વખત આવે રણ મેદાને ચડી આવે છે,
છતાં જગ બલિદાનની નિશાની માંગે છે..
પ્રેમ વાત્સલ્યની મૂર્તિ સમોવડી આ સ્ત્રી છે,
છતાં આ જગ સ્ત્રીની આહુતિ આપે છે..
By Payal Prajapati
Comments